નાસ્તિકની ડાયરી
ટ્રાફિકમાં રોંગ સાઇડ આપણે છીએ પણ ગાળો તો સામેવાળાનેજ આપવાની, આપણી જીંદગીમાં કંઇપણ અણગમતુ થાય એટલે તરતજ બીજા પર દોષારોપણ કરી દેવાનુ અને આપણે છુટ્ટા. આ માનસીકતા તમને આપણા દેશમાં ઘરે ઘરે, શેરીએ શેરીએ, ગામડે ગામડે અને દરેક શહેરમાં જોવા મળશે.
મોટાભાગના સ્વનીરીક્ષણ કે સ્વમૂલ્યાંકનમાં પોતાને હંમેશા નિર્દોષજ ગણે છે, ખબર હોય છે તે આપણી ભૂલ છે છતા દોષનો ટોપલો હંમેશા બીજાને માથે અને આપણે ખુશ.
આવુ નાના નાના ભૂલકાઓ કરતા હોય છે કારણ કે એમનામાં સમજણ નથી હોતી.