The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
નાસ્તિકની ડાયરી નિચલા મધ્યમ વર્ગમાં જન્મેલો એટલે કોઇપણ વસ્તુનુ મૂલ્ય ખૂબજ સારી રીતે સમજતો હતો અને આજે પણ સમજુ છુ. જે શીખ નાનપણમાં મળી હતી એમાની એક અહિંયા કહેવા માંગુ છુ. જ્યારે ઘરમાં ફળ આવે અને મમ્મી એ સુધારવા બેઠા હોય ત્યારે જો કોઇ ફળ સડેલુ કે ખરાબ નીકળે તો મમ્મી આખુ ફળ ફેંકી ની દે પણ જેટલો ભાગ ખરાબ છે એટલો કાઢી દે. અમે એટલા અમીર પણ નહોતા કે આખુ ફળ ફેંકી દઇએ, અને એટલા ગરીબ પણ નહોતા કે ખરાબ ફણ ખાઇ જઇએ. જીવનમાં પણ મે એજ વસ્તુ ઉતારી છે અને ધર્મની બાબતમાં પણ મારો એજ અભિપ્રાય છે.
નાસ્તિકની ડાયરી એક વકિલનુ કામ શુ? જો સામાન્ય માણસ તરીકે વિચારીઓ તો પોતાના ક્લાયન્ટને બચાવવાનુ. એ ગુન્હેગાર હોય કે ના હોય એનાથી કોઇ ફરક નથી પડતો. કદાચ આપણે પણ એવાજ વકિલ ઇચ્છીએ છીએ જ્યારે આપણે ગુન્હેગાર હોઇએ ત્યારે. હવે ખરેખર સાચો વકિલ કોણ જે સત્યને કોર્ટ સુધી પહોંચાડે ભલે એ પોતાના ક્લાયન્ટના વિરુધ્ધ કેમ ના હોય. અત્યારે તમે જ્યા જોશો ત્યા અલગ અલગ વિચારધારાના વકિલો જોવા મળશે જેમનુ કામ યા તો પોતાની વિચારધારાને બચાવવાનુ કે પછી સામેવાળાની વિચારધારાને ખોદવાનુ.
સત્ય શુ છે એમા કોઇને રસ નથી એમને રસ હોય છે પોતાની વિચારધારાનેજ સત્ય બતાવવાની. જેમ કે એક કિસ્સો લઇએ: એક માણસે આત્મહત્યા કરી, એ માણસ ખેડૂત છે. એક ડાબેરી કહેશે કે ખેડૂતે આત્મહત્યા કરી અને જમણેરી એના બચાવમાં આવી જશે. સત્ય જાણવામાં કોઇને રસ નથી કે એણે આત્મહત્યા કેમ કરી? બીજો કિસ્સો: આર્મીએ કથિત આતંકવાદીને માર્યો તો ડાબેરીઓ એ આર્મીને કોસવા લાગશે જ્યારે જમણેરી આર્મીના બચાવમાં આવી જશે. સામાન્ય: કોર્ટ પર પણ ત્યારજ વિશ્વાસ કરશે જ્યારે કોર્ટનો નિર્ણય એમની વિચારધારાની તરફેણ કરતો હશે. આમા સત્ય ક્યાં?
બાકી જે કોર્ટના આધિન ના હોય એમા પોતે બધી બાજુની તપાસ કર્યા બાદજ કોઇ અભિપ્રાય બનાવવો કારણ કે વિચારધારામાં લીન લોકો એમના લખાણમાં ક્યાક તો એવી ભૂલ છોડતાજ હોય છે જેના પરથી તમે એટલુ તો સમજીજ શકો કે આ ખોટુ છે. જો શક્ય હોય તો બાકી છોડી દેવુ કારણ કે ભાઇ એના સિવાય મારે પરિવારને પાલવવાનો છે અને એ સૌથી મોટુ સત્ય છે. (અને હા ઘણીવાર એવુ બની શકે કે તમે ખોટા પણ હોવ તો એને સ્વાકરવાથી અચકાવાનુ નહિ, એ પ્રમાણિકતાનુ સૌથી મોટુ પ્રતિક છે જે મોટાભાગના લોકોમાં જોવી નથી મળતુ પણ વાતો તો પ્રામાણિકતાની કરતા હોય છે)
નાસ્તિકની ડાયરી લોર્ડ મેકકોલેના નામે એક લેટર ફરે છે જેમાં ભારતીય સંસ્કૃતિને મહાન ગણાવતી વાતો કરવામાં આવી છે. જે અટેચ કરુ છુ અને હવે એનુ સત્ય જાણવા થોડો પ્રયત્ન કર્યો તો જે મળ્યુ એની પણ લીન્ક શેર કરુ છુ. એક પ્રોપોગન્ડા હોઇ શકે છે સંસ્કૃતિને મહાન ગણાવવાનો. હુ એવુ તો નથી માનતો કે ભારતીય સંસ્કૃતિ બઉજ મહાન હતી પણ જો છતા પણ તમે માનતા હોવ કે બઉજ મહાન છે તો એને સાબિત કરવા આવા પ્રોપોગન્ડાનો સહારો ના લેવો જોઇએ.
હુ એવુ તો નથી માનતો કે ભારતીય સંસ્કૃતિ બઉજ મહાન હતી પણ જો છતા પણ તમે માનતા હોવ કે બઉજ મહાન છે તો એને સાબિત કરવા આવા પ્રોપોગન્ડાનો સહારો ના લેવો જોઇએ. હુ એવુ માનુ છુ કે ભારતીય સંસ્કૃતિ મહાન હતી કે નહિ એનાથી કંઇજ ફરક નથી પડતો, અત્યારે આપણે ક્યા છીએ એ વધારે મહત્વનુ છે. શુ અત્યારે આપણી સંસ્કૃતિ મહાન છે? એક પુસ્તક વાંચી શકો છે પ્રાચીન ભારતમાં વિજ્ઞાન વિષે જાણવા. કદાચ થોડો ગર્વ થાય અને એ પણ સાચો. “Science in Ancient India: reality Vs Myth” By Science Breakthrough Society, Kolkata.
https://www.quora.com/Did-Lord-Macaulay-really-proclaim-in-the-British-Parliament-that-the-only-way-to-rule-India-is-to-make-the-Indian-culture-seem-inferior https://thewire.in/110263/macaulays-speech-never-delivered/ http://www.thehindu.com/opinion/open-page/An-ode-to-English/article14019622.ece
નાસ્તિકની ડાયરી કાલે "હિન્દી મીડીયમ" જોયુ. ઘણા એવા દ્રશ્યો છે જ્યારે મન ભરાઇ જાય અને આંખો ઊભરાવા લાગે. એક વેકઅપ કોલ કહી શકાય. એડ્યુકેશન સિસ્ટમ તો એક માધ્યમ છે જેના દ્વારા વાર્તા કહેવામાં આવી છે પણ વાર્તાનો હાર્દ છે "જેનો હક છે એ એના સુધી પહોંચવા દો, કોઇનો હક મારશો નહિ" આજે દરેક ક્ષેત્રમાં આ જોવા મળે છે કહેવાતા અમીર લોકો ગોલમાલ કરીને ગરીબ લોકોનો હક મારતા જોવા મળે છે.
હિન્દી મીડીયમમાં તો એડ્યુકેશનની વાત કરી છે પણ હેલ્થકેર સિસ્ટમમાં "માં અમૃતમ યોજના" "બી.પી.એલ કાર્ડ" અને બીજી ઘણી એવી યોજનાઓ છે જે ગરીબ લોકો માટે છે જેના ભરપૂર દુરઉપયોગ સરકારી અધિકારીઓ અને સ્વાર્થી લોકોની મીલીભગતથી ચાલે છે. છેલ્લે: સૌથી વધારે ધાર્મિક દેશના લોકો આટલા અપ્રામાણિક કેમ? જે દેશના રગેરગમાં ધર્મ વહે છે ત્યાં કેમ એક અમીર થોડા પૈસા માટે એક ગરીબનો હક મારતા ખચકાતો નથી? શુ ભગવાન અને ધર્મ મંદિર પૂરતા સિમિત છે?
એટલેજ હુ કહુ છુ કે ભગવાનનુ કોઇ અસ્તિત્વ નથી હા ધર્મ છે પણ કદાચ એની સમજ નથી કે પછી અધૂરી છે કે પછી જેને ને જે સમજવુ હોય એ સમજે છે અને છેલ્લે ઘણા એજ સમજે છે જે એમના ફાયદામાં છે. (જેને આપણે ધાર્મિક પુસ્તકો કહીએ છીએ એ સદીઓ પહેલા લખાયેલા છે, હુ એને પુસ્તકો ગણુ છે જે એક કલ્ચરનો પાયો છે. મારી પોતાની સમજ પ્રમાણે એ પુસ્તકોના લખાણોને સમજવાનો પ્રયત્ન કરુ છુ)
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser