ગોકુળ ગુમરાહ થાય એ પહેલા આવો ઓ શ્યામ
માખણનું ઘી બનાવી દે એ પહેલા આવો ઓ શ્યામ
પીતાંબર ધૂળ ખાય એ પહેલા આવો ઓ શ્યામ
સુદર્શન ને કાટ ચડે એ પહેલા આવો ઓ શ્યામ
વાંસળી સળી જાય એ પહેલા આવો ઓ શ્યામ
મોરપીંછ નો રંગ ઉડે એ પહેલા આવો ઓ શ્યામ
'सम्भवामि युगे युगे' કહી ગયા છો ને,
તો હવે આ યુગમાં પણ આવો ઓ શ્યામ...!!!
- Nikee