એક અવિભૂત અહેસાસ મને થયેલો
જ્યારે તું મને મળેલો
લાગ્યુ'તુ કે તું જીવનભર સાથે રહીશ
ખોટો તો ખોટો એ આભાસ કોનો હતો?
સંબંધ તૂટતા જીવંતતા પણ ખૂટી ગઈ
અવિરત છુટેલો એ શ્વાસ કોનો હતો?
થોડુંક અંતર જોડે કાપવુ હતુ પણ શક્ય ના બન્યુ
સંબંધમાં લાગેલો એ થાક કોનો હતો?
એકબીજા ને એકબીજા માં શોધવા હતા
પણ તૂટી ગયેલો એ વિશ્વાસ કોનો હતો?
તે કંઈ પૂછ્યું નહીં ને મેં કંઈ કહ્યુ નહીં
તો હવે એમાં વાંક કોનો હતો?
- Nikee