આજે સોશિયલ મીડિયામાં એક જ પોસ્ટ દેખાઈ અને એ હતી કે એક સાત વર્ષની છોકરી કે જેને કિડનેપ કરી તેનો રેપ કરી અને મર્ડર કરી નાખ્યું.. આ વાંચી હું થોડીવાર માટે તો ચોંકી જ ગયો,પછી વિચાર આવ્યો કે આવુ ક્રૂર કૃત્ય કરનાર હશે કોણ?પરંતુ પછી તરત વિચાર આવ્યો કે સોશિયલ મીડિયામાં પર આ બાબતનો વિરોધ થાય એ સારી બાબત છે પણ વિચારવાની બાબત એ છે કે હકીકતમાં આપણે શું આ મુદ્દાને લઈ ગંભીરતા છે?અને જો હોય તો શુ કરવું જોઈએ કે જેથી બધા જાગૃત થાય?કેમ કે આ પહેલો કિસ્સો નથી,અને આવા ઘણા કિસ્સા ફક્ત સોશિયલ મીડિયામાં જ દફનાય ગયા...