છે લાગણી સંબંધની સાંકળ વધારે કંઇ નથી
વિશ્વાસ છે સંબંધથી આગળ વધારે કંઇ નથી
ફળતું નથી ત્યારે જ કઠતું હોય છે સપનું અહીં
પણ આમ તો સપનું ય છે વાદળ, વધારે..
મુલ્યાંકનો કરવા પડે તો એય કરજો છૂટ છે
સહુ ભોગવે ખુદનાં કરમનાં ફળ, વધારે..
આશા અમર છે એ ખરૂં,ક્યાં આપણે છીએ અમર ?
છે આપણી પાસે ફકત આ પળ,વધારે..
ભરતી કહો કે ઓટ જેવું નામ આપી મૂલવો
નોંખા પડીને વીંટળાતા જળ,વધારે..
ઉતરે નહીં જો સોંસરો તો શબ્દ અમથો છે,ફકત
ખરડાય છે શાહી વડે કાગળ,વધારે કંઇ..
સીધી મહત્તા એટલી સમજ્ય આ શ્વાસની
કે શ્વાસ આગળ 'ને મરણ પાછળ,વધારે