Quotes by Chudasama Pratikshaba G in Bitesapp read free

Chudasama Pratikshaba G

Chudasama Pratikshaba G

@pratikshabagchudasam


My Last post...
લાગણી કારણ બની ગઇ મૂળકારણ એજ છે
જાત ખુદ અડચણ બની ગઇ મૂળકારણ એજ છે
માન્યતા ખોટી પડી તો ધારણા બદલાઇ ગઇ
‘ને પછી ભારણ બની ગઇ મૂળકારણ એજ છે
ઓશિયાળી એક ઈચ્છા અણગમાને અવગણી
કણ હતી,એ મણ બની ગઇ મૂળકારણ એજ છે
નામ કીર્તિ યશ બધું પરિણામલક્ષી હોય છે
એ સમજ,તારણ બની ગઇ મૂળકારણ એજ છે
સ્વપ્નની રંગીનતા ખારાશથી ખરડાઇ, તો
આંખનું દ્રાવણ બની ગઇ મૂળકારણ એજ છે
વાત વણસી તો ચડી ગઇ લોકજીભે પાધરી
એજ,અફવા પણ બની ગઇ મૂળકારણ એજ છે
રહી ગયો સંબંધનો વૈભવ બધો કાગળ ઉપર
સૂર્યતા,રજકણ બની ગઇ મૂળકારણ એજ છે !

Read More

दोपहर तक बिक गया बाजार का हर एक झूठ और मैं एक सच लेकर शाम तक बैठी रही !!

પ્રશ્નોત્તરી પછીના પરિણામ કેમ લખવા
જીવંત રાખતી રહી ખુદ જિંદગી મરણને
ત્યાં શ્વાસ ખૂટવાના ઈલ્ઝામ કેમ લખવા
વિસરી ગયા તમે પણ મેં જીવ દઇ ઉછેર્યા
એ નામજોગ કિસ્સા,બેનામ કેમ લખવા
મતલબપરસ્ત આંખે ઘેઘૂર થઇ છવાયા
ઈચ્છા ભરેલ સપનાં નિષ્કામ કેમ લખવા
કડવાશ જિંદગીભર ગઝલાઇ પણ ન ખૂટી
પીતા રહ્યા સહજ રહી,એ જામ કેમ લખવા
મારે વસાવવું 'તું  ઘર મૌનની ગલીમાં
પણ અર્થ લઇ ડૂબેલા એ ગામ કેમ લખવા
મારો અભાવ જો જો!ક્યારેક તો ખટકશે
કહેશો પછી, સ્મરણને સુમસામ કેમ લખવા
જમણી તરફ ગઝલ છે ડાબી તરફ તમેછો
વચ્ચે ખુદા લખું પણ,નાકામ કેમ લખવા

Read More

શક્યતાથી સહેજ આગળ હોય છે
જે સફળતાની ખરી પળ હોય છે !
કોઇ ઘટના સાવ અમથી ના ઘટે
ત્યાં,સમયની કાર્યરત કળ હોય છે
મૂલ્ય, ઓછું આંકવું સારૂં નથી
પથ્થરો પાસે ય અંજળ હોય છે !
મન જાણે છે જાય તો શું જાય એ
રાંકના ઘરને ય સાંકળ હોય છે !
એ, નજર સાથે નજર નહીં મેળવે
જેમના મનમાં કશુંક છળ હોય છે !
રાખ થઇ ગઇ હોય આખી સિંદરી
તોય સાબૂત રહી જતાં વળ હોય છે !
હોય એ આયુધ બધા ટાંચા પડે
પ્રતિક્ષા પાસે એટલું બળ હોય છે !

Read More

એક પળ હળવાશ માટે
ભીતર કેવો તલસાટ છે..!
ઉકળાટ, આક્રોશ, આક્રંદ, આજીજી…
બધું જ કરી લીધું…
અશ્રુ નો અભિષેક પણ કર્યો..
કદાચ એ ખારાશ તમને ખોરે..
પણ ના..
તમે તો પથ્થર જ ..!
મારી શ્રદ્ધાએ જ પૂજાય દેવ થયો!
આજ મારી શ્રદ્ધા ખૂટી, તૂટી છે..
હવે તમારા અસ્તિત્વ નું શું ?
"નાનુ" ! "પ્રતિક્ષા" કરુ છુ...
આખરી દાવ તમે પણ ખેલો જીવંત રહેવા..
આસ્થા મારી જીવતી રાખી ખુદ ને બચાવો..

Read More

પ્રશ્નનાં ઉત્તર ખુલાસાવાર આપીને જશું
જલ કમલવત જીવવાનો સાર આપીને જશું
ઝંખના છે જેમનાં હૈયે કશુંક પામી જવા
એમને નક્કરપણે અણસાર આપીને જશું
કોઇનાં હોવા ન હોવાનો જગતને શું ફરક ?
પણ,ફરક જેવું ય ભારોભાર આપીને જશું
કોઇનો કાયમ નથી હોતો ઈજારો ક્યાંય,પણ
હો અબાધિત એટલો અધિકાર આપીને જશું
હદ વળોટે એ બધું સાબિત થવાનું જોખમી
અનુભવેલાં સત્યનો ચિતાર આપીને જશું
નહીં વદી નહીં બાદ-વત્તા,શૂન્ય શું ભાગે ગુણે !
જેમ છે બસ એમ આ સંસાર આપીને જશું

Read More

મનવગર કંઇ માળવે પહોંચાય નહીં
હોય મન,તો કોઇને પૂછાય નહીં !
શું અસર કરશે ગળે ઉતર્યા પછી
એ વિચારે,ઝેર કંઇ પીવાય નહીં !
તડ પડે તો તૂટવું નક્કી જ છે
એ વિષયમાં કોઇથી કંઇ થાય નહીં
જે નથી એ પામવાની લાહ્યમાં
હોય,એના મૂલ્યને ભૂલાય નહીં
બુદ્ધિશાળી આપણે સાબિત થવા
અન્યને કહી મૂર્ખ,તરછોડાય નહીં !
રહી શકીએ નહીં કમલવત આપણે
એટલે કંઇ જળને વખોડાય નહીં !
છે ઘણાં બીજા ય રસ્તાઓ અહિ,
ઘર બાળીને કંઇ તિરથ યોજાય નહીં !

Read More

જીવનના નામની સાથે કઝાનું નામ આવે છે
જહાંના નામની સાથે ફનાનું નામ આવે છે

હું ચિતાને દરદ માની સુરા પી જાઉં છું કારણ
કિતાબોમાં દવા સાથે સુરાનું નામ આવે છે

અહમ કરનાર વ્યક્તિઓની જો નામાવલી કરીએ
તો સૌથી મોખરે એમાં ખુદાનું નામ આવે છે

પ્રવેશીશું કઈ રીતે જલન દોઝખના કમરમાં
ગુન્હેગારો તરીકે અહીં બધાનું નામ આવે છે.
- જલન માતરી

Read More

વિક્ટીમ

very very nice read it...
https://www.matrubharti.com/book/12256/

હર તબક્કે ધારણા બદલાય એ સારૂં નથી
વિસ્તરણનાં દાયરા બદલાય એ સારૂં નથી
એ અલગ છે કે નથી વળતી ઘડીકમાં કળ, છતાં
સગવડે  સંભારણાં બદલાય એ..
જોઇએ મન સ્થીર-મક્કમ,માળવે પહોંચી જવા
મન ફરે 'ને માળવા બદલાય એ સારૂં નથી
પારકાનો શું ભરોસો ? આજ અહીં,કાલે પણે
ખપ પડે 'ને 'આપણાં' બદલાય એ..
એક ભૂખ  બીજી તરસ, બન્નેય નક્ટા હોય છે
રોજ એના માંગણાં બદલાય એ..
સ્વપ્ન સહુ ટોળે વળી બેફામ પજવે રાતભર
'ને સવારે  સામટા બદલાય એ..
સાફ મનથી થાય તો સાર્થક ઠરે સરખામણી
દ્વેષભાવે,માપણાં બદલાય એ..

Read More