એક પ્રાર્થના એવી કરી લઉં
એમા બસ તને માંગી લઉં
હૈયે જે વાત છે એ ઘૂંટી લઉં
જવાબમાં એ એક લીટી લખી લઉં
આંખ મીંચી હવે તને જોઈ લઉં
સંભારણાનું એ મીઠુ ભાથું બાંધી લઉં
મારાથી તારા સુધીનો નકશો ચીતરી લઉં
એક નવી રોશની સાથે એને સજાવી લઉં
પ્રેમનો દાખલો ફરી એકવાર માંડી લઉં
ભુલ વગર હવે એ ગણતરી કરી લઉં...!!!
- Nikee