*વસંતનું પતંગિયું*
આ તો વસંતનું પતંગિયું આંખોમાં પ્રવેશ્યું,
ને નજર મારી રંગીન કરી ગયું.
ઉડતું જાય-ઉડતું જાય, પ્રેમનાં બાંકડે બેસતું જાય...
ને મનને મારા આખા સંગીન કરી ગયું.
અેકમેકમાં ઓતપ્રોત થયેલી આકૃતિને નિહાળતું જાય...
ને રોમ રોમને મારા બહેતરીન કરી ગયું.
પવનોની બીક વગર હવામાં ગુલાટી મારતું જાય...
ને હિંમતને મારી ભયહીન કરી ગયું.
પ્રેમથી વશ કરતું, વસંત થકી આખું વરસ મનાવતું જાય...
ને પ્રેમ કરવાને લાયક મને પ્રવીણ કરી ગયું.
- ધવલ 'રસ'