The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
રંગ કેસરી પાથર્યો સૂરજે સાંજની મોકળાશ વધી ગઈ - ધવલ 'રસ'
"તમારી મુસ્કાન સરસ છે." "એમ?" "હા." "ઈરાદો શું છે?" "સાથે મુસ્કાવાનો..." ✍️ ધવલ 'રસ'
#KAVYOTSAV -2 ડૅટ તું મારી સાથે 'ડૅટ' પર આવીશ? મ..ત..લ..બ.. કે, કૉફી પીવા આવીશ? સાથે કૉફી પીવાથી તું થોડી મારી થઈ જવાની? ને એટલે જ આમ થોડો ડહોળ કરવા પણ તું આવી તો શકે જ છે ને! લોકોને પણ લાગે કે, કોઈ છે મારી પાસે... આમ ક્યાં સુધી એકલો-એકલો કિટલી પર બેઠો ચા પીધાં કરું? કૉફી પીતાં-પીતાં જો આપણી આંખો મળી જાય તો બહુ વિચારતી નહીં હોં! દિલમાં ઉતરવાનો રસ્તો ત્યાંથી જ પસાર થાય છે.. કૉફીના ઘૂંટ સાથે એટલે મને પણ ઉતારી દેજે. જો તને કૉફીના પ્રેમની એલર્જી હોય તો આપણે કૉલ્ડ-ડ્રિંક્સની મજા માણીશું... દિલમાં ઠંડક થશે, મારાં કદાચ તારાં પણ. અરે! હું ક્યાં એમ કહું છું કે, આપણે કંઈક પીશું કે ખાઈશું.. પણ, તું સમજે છે ને! હું... શું કહું છું, એ! - ધવલ 'રસ'
#KAVYOTSAV -2 *ખુશાલી* એક-એક રંગ ચાખવા માંગું છું, એ જ રંગો મનભરીને માણવા માંગું છું; ખુશાલીથી જીવનને ભરવા માંગું છું. મળી જ ગયું છે જો આ જીવન, તો હવે એના જ સાન્નિધ્યમાં ડૂબવા માંગું છું; ખુશાલીથી જીવનને ભરવા માંગું છું. ખુશ તો હું બીજાઓને પણ રાખું છું, હવે તો એની સંખ્યા વધારવા માંગું છું; ખુશાલીથી જીવનને ભરવા માંગું છું. ઉત્તમ તકોની રાહ જોયા વગર જ, હું હવે ખુશ રહીશ એ ભવિષ્ય ભાખવા માંગું છું; ખુશાલીથી જીવનને ભરવા માંગું છું. કોઈ પણ ભેદભાવ ભૂલીને ચોખ્ખું મન રાખવા માંગું છું, આ અટપટી દુનિયાને હવે સીધેસીધી દેખવા માંગું છું; ખુશાલીથી જીવનને ભરવા માંગું છું. અલબત્ત, ખૂબ રોમાંચક થઈ રહેશે મારા માટે, હવે એટલે જ આ સફરને મારા હાથે લખવા માંગું છું; ખુશાલીથી જીવનને ભરવા માંગું છું. ગમતાનું હંમેશાં નમતું કરીને આગળ ચાલવા માંગું છું, રસ્તા પરના પથ્થરોને ખસેડવા માંગું છું; ખુશાલીથી જીવનને ભરવા માંગું છું. ભલે પડે જખમ મારા શરીર અને દિલ પર, એમ કરતાં કરતાં જ હવે પ્રેમને શીખવા માંગું છું; ખુશાલીથી જીવનને ભરવા માંગું છું. મનરૂપી મેદાનમાં મારા, બીજ ઉગાડવા માંગું છું, ઘટાદાર વૃક્ષની અપેક્ષા સાથે ઉછેરવા માંગું છું; ખુશાલીથી જીવનને ભરવા માંગું છું. હા, બહુ સસ્તો થઈ ગયો છે આજે વિશ્વાસ, છતાં એનો ડર રાખ્યા વિના જ કરવા માંગું છું; ખુશાલીથી જીવનને ભરવા માંગું છું. - ધવલ 'રસ'
#KAVYOTSAV -2 *વાસણો મોટા થઈ ગયા છે* ઘરનાં વાસણો મોટા થઈ ગયા છે. મોટો થઈ ગયો છે ડોયો દાળનો ને ભાતિયું ભાતનું; મોટું થઈ ગયું છે વળી લોયું શાકનું. મોટી થઈ ગઈ છે કથરોટ ને ગરવું રોટલીનું; મોટું થઈ ગયું છે વળી પ્રેશર કૂકર. મોટો થઈ ગયો છે લોટો પાણીનો ને માટલું પણ; મોટું તો ઘણું થતું હોય છે, સમજાય છે આટલું બસ. ઘરનાં વાસણો મોટાં થઈ ગયા છે..? કદાચ...! ઘરનાં માણસો ઓછાં થઈ ગયા છે. - ધવલ 'રસ'
#KAVYOTSAV -2 વસંતનું પતંગિયું આ તો વસંતનું પતંગિયું આંખોમાં પ્રવેશ્યું, ને નજર મારી રંગીન કરી ગયું. ઉડતું જાય-ઉડતું જાય, પ્રેમનાં બાંકડે બેસતું જાય... ને મનને આખા મારા સંગીન કરી ગયું. અેકમેકમાં ઓતપ્રોત થયેલી પ્રકૃતિને નિહાળતું ... ને અંગે અંગને મારા બહેતરીન કરી ગયું. ઉપેક્ષાઓની બીક વગર હવામાં ગુલાટી મારતું જાય... ને હિંમતને મારી ભયહીન કરી ગયું. પ્રેમથી પ્રેમ કરતું વસંત થકી આખું વરસ મનાવતું જાય... ને પ્રેમ કરવાને લાયક મને પ્રવીણ કરી ગયું. - ધવલ 'રસ'
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser