તારા ન આવવાની પ્રબળ શક્યતા,
ને તારી પાનીના સુંવાળા સ્પર્શોને સતત સ્મર્યા કરતો ધૂળિયો માર્ગ!
તારું નામ આવતાં જ અટકી ગયેલી મારી કલમ,
ને તારા લખાવવાની પ્રતિક્ષા કરતો ફરફરતો કોરો કાગળ!
સંદર્ભ આપ્યો છે તારો ત્યારથી જ આકળ-વિકળ,
ને તારી પ્રતીક્ષામાં ઝૂરતી, ઢળતી સાંજ અને આતુર રાત!
.
.
.
મારું છોડ, સ્મરે તને આ ધૂળિયો માર્ગ, ફરફરતો કોરો કાગળ, ઢળતી સાંજ અને આતુર રાત...
-નીલકંઠ