Gujarati Quote in Thought by mahima solanki

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કંડાયેલી કેડીઓ પાછી વળતી નથી,
જોએલી પળો માત્ર આંખોમાં હોતી નથી,
તેમ માતૃભાષા એ માત્ર ભાષા હોતી નથી,
શુ છે એ ભાષા જે છે માતૃભાષા,
અંગ્રેજી સમાન નથી પરંતુ તેનાથી ચડિયાતી છે તે ભાષા,
માતા નહી પરંતુ માના ખોળા સમાન છે તે ભાષા,
નદી નહી પરંતુ તેના પાણી સમાન છે તે ભાષા,
પર્વત નહી પરંતુ તેના ઝરણાં સમાન છે તે ભાષા,
માતૃભાષા એ માત્ર ભાષા નહી પરંતુ,
મુખમાંથી સરી પડતી પહેલી વાણી છે
જેના સ્વરો કંઠમા નહી પરંતુ હૃદયમા
હોય છે...

જેમ ગોળ જેવી મીઠાશ ન મળે ચોકોલેટમા,
માં-બાપુ જેવી લાગણી ન મળે મમ્મા-ડેડીમા,
તેમ જ ગુજરાતી જેવી બારક્ષરી ન મળે,અંગ્રેજીના શબ્દોમાં...
ન પડતી જરૂર અમને ક્યારેય માતૃભાષા શીખવા માટે classes લેવાની,
એ તો વસ્તી અમારા હૃદયમા કાયમની...

એ વાત છે કેવી મજાની,
કે A for Apple ના સ્પેલિંગ કરતા,
વધારે છે લખાતું પાટીમાં કનો કમળ,
અને વર્ગમાં શિક્ષકના આવતા નથી બોલાતું Good Morning Teacher,
એ તો આપોઆપ સારી પડે છે બેન નમસ્તે કે પ્રણામ...

રોજબરોજના આ દોડતા સમયમાં વિસરાઈ ગઈ છે તે ભાષા,
પરંતુ હજીએ કાળજાના એક ખૂણામાં,
મહેકી રહી છે તે ગુજરાતી,
અને ક્યારેક મુખ પર આવી ચડે છે તે હસતી-ગાતી,
એ તો હોય જ આપણી ગુજરાતી...

Gujarati Thought by mahima solanki : 112034013
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now