---------- : સંભવામી યુગે યુગે ----
---
વાહ! કૃષ્ણ કુમારસિંહ ગોહિલ!
આપની આંતરસૂઝથી આપ રાજા હતા, રાજા છો અને રાજા રહેશો.
કોંગ્રેસના સૂત્રો અપનાવી આપે ૧૮૦૦ પાદરનું દાન કર્યું.
"ઉપકૃતો"ના સૂત્રને ચરિતાર્થ કરવા આપ મદ્રાસના ગવર્નર બન્યા,
પરંતુ એ માટે આપે દરબારના રોટલાનું પણ દાન આપી દીધું.
સમાજ સરકારને જે સંબંધી કરે એ તમારા કર્મ છે, એ સિદ્ધાંતને આપે જીવી બતાવ્યો.
પ્રજાના ભલા માટે આપે ભાઈઓનો પણ ભોગ આપ્યો.
આજે મનમાં પ્રશ્ન જાગે છે -
જો ખુદ સાથે ભાઈઓનો વિચાર કર્યો હોત તો?
આવી લાગણી વ્યક્ત કરવાની હિંમત કદાચ મારા જેવા જ "પાગલ" કરી શકે.
બાકીના તો ફક્ત વાહ-વાહ કરવામાં જ માને છે.
આજે ક્ષત્રિયના દીકરા-દીકરીઓ ભણી રહ્યા છે, એ આપના ત્યાગનું જ ફળ છે.
પરંતુ દુઃખ એ વાતનું છે કે ઘણા વડીલો હજુ વ્યસનમાં ગળાડૂબ છે,
એટલે ભણાવવાના પૈસા ઉપલબ્ધ નથી.
છતાં આમાં એક આશા છે -
ભણવું જરૂરી છે એ જ્ઞાન તો હવે મનમાં બેઠું છે.
વિચારો જ આ દુનિયામાં ચરિતાર્થ થાય છે.
આજે આપને યાદ કરતા એટલું જ કહેવાનું મન થાય કે -
"ધાર્યું તો ધણીનું જ થાય છે".
આના માટે કોઈ જવાબદાર નથી હોતું.
જો મારા વિચારો સાથે કોઈ સંમત ન થાય તો હું ક્ષમા યાચું છું.
પરંતુ સત્ય કહેવું એ પણ સમાજ પ્રત્યેની ફરજ છે.
સંભવામી યુગે યુગે!
---
-------જયશ્રી કૃષ્ણ------