પ્રભાતનો સંવાદ”
દિવસ ઉગે ને આથમી જાય છે
રોજ કંઈક નવું આપી ને જાય છે
ઉગતા ની સાથે નવા સ્વપ્નો
આથમતા ની સાથે સંતોષ આપી જાય છે
રોજ એક કળી ખીલી જાય છે
એની સુવાસ થી બગીચો મહેકી જાય છે
એ ખીલતી કળી ને જોઈ ને
મન માં અનેક તરંગો ઉભરી જાય છે
નવો દિવસ, નવી આશા લઈ આવે છે
આશાઓ લઈ ને માણસ નીકળી જાય છે
નવું સાહસ કરવાનો આત્મવિશ્વાસ
સૂર્ય ની પહેલી કિરણ આપી જાય છે
નવા વિચારો ની ગતિ બાજ ની ઝડપે દોડે છે
કંઈક કરવાનો જોશ અગ્નિ ની જેમ ભભૂકે છે
વચ્ચે કોઈ પથ્થર ની ઠેસ વાગે
તો તું કેમ ઊભો રહી જાય છે?