Gujarati Quote in Poem by Grishma

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મનના પડછાયા

કહે છે કે તારલા અંધકારમાં જ ચમકે છે,
પણ આજે મને લાગ્યું—
ક્યારેક અંધકાર મનમાં પણ વસે છે…

કંઈક ખૂટતું હોય એવું લાગે છે
બધું જ મેળવી ને પણ સૂનું લાગે છે
એક દૃષ્ટિ કરી મેં આજે આકાશ માં
તારલાઓ ની વચ્ચે આજે અંતર લાગે છે

આ સફેદ વાદળ ની ઓઢણી માં થી
એક તારલાએ પૂછ્યું ડોકિયું કરી
આજે તારી આંખો માં કેમ ટળવળાટ છે
આ સુંદર મૃગનયનો માં કેમ ઉદાસી ભરી

મૃગનયની કહે,
આજે સ્વપ્ન માં જોયો એક કાળો પડછાયો
મારા અંગે અંગ ને ભરખી જવા એ આવ્યો
ઘા કર્યા મેં તો તલવાર ના, પણ
દીવા ન ઉજાસ માં જોયું, આ તો આભાસ થયો

જાગી ગઈ ઝબકી ને, શ્રમજળ પથરાઈ ગયું
અંગે અંગ છૂટી કંપારી, લાગ્યું કોઈ બોલાવી રહ્યું
ધુમ્મસ ભર્યો ઓરડો ને બહાર કાળી અંધારી
સુન્ન પડી હથેળી, ને સાન ભાન ખોવાઈ ગયું

ફરી નજર કરી આકાશ તરફ મેં,
તારલાઓ મૌન લાગ્યા આજે
એમના શાંત પ્રકાશમાં સમજાયું—
મનના પડછાયા જ ડરાવતા હતા મને

અને એ ક્ષણે સમજાયું—
પડછાયો કોઈ બીજાનો નહોતો…
એ તો મારા મનનો જ હતો.

Gujarati Poem by Grishma : 112030615
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now