Gujarati Quote in Poem by ANKIT

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"લાગણીઓના ખંડેરમાં”

ઘણા ચહેરા મળ્યા, પણ કોઈ અરીસો ન મળ્યો,
આ આખા શહેરમાં મને મારો જ ચહેરો ન મળ્યો.
સંબંધોના વૃક્ષને અમે લોહીથી સિંચ્યું હતું,
છાંયડો તો દૂર, એક પાન પણ લીલું ન મળ્યું.
દરેક જણ પોતાની જ ઋતુ લઈને આવી હતી,
કોઈ એવું ન મળ્યું, જે મારી ઋતુમાં ખીલ્યું.
શબ્દોના મહેલ તો અનેક ઊભા થયા આસપાસ,
લાગણીનો એક પણ પાયો ક્યાંય ઊંડો ન મળ્યો.
અમે તો દરિયો બનીને સૌને સ્વીકાર્યા હતા,
પણ કિનારાનો સ્વભાવ કદી દરિયા જેવો ન મળ્યો.
જેને પૂજ્યા હતા હૃદયના મંદિરમાં વર્ષો સુધી,
એ જ પ્રતિમામાંથી એક પણ ધબકારો ન મળ્યો.
સમયના હાથમાં કેટલા સંબંધો રેતી સમા થયા,
મુઠ્ઠી બંધ રાખી છતાં એક કણ પણ સાચવાઈ ન મળ્યો.
લોકો કહે છે પ્રેમ એ આત્માનો ઉત્સવ છે,
મને તો એની પાછળ ઘણો નિઃશબ્દ વિલાપ મળ્યો.
સંબંધોની કબર પર આજે પણ ફૂલ મૂકી આવું છું,
મરેલા અહેસાસોને કદાચ એટલો તો અધિકાર મળ્યો….
-અંકિત પ્રજાપતિ

Gujarati Poem by ANKIT : 112030446
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now