Gujarati Quote in Religious by Chaitanya Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવજો કહેવાનું નહીં ગમે.


વિદાય લેવાની પ્રભુ પુરુષોત્તમને,
તમને આવજો કહેવાનું નહીં ગમે.
ભજન કીર્તન હજુએ કાનમાં રમે ,
તમને આવજો કહેવાનું નહીં ગમે.

આનંદ છવાયો પ્રભુના આગમને,
સ્ફુરી ભક્તિ કેવી પ્રત્યેક જને જને.
વરસવાનું થયું આજે સહુની આંખને,
તમને આવજો કહેવાનું નહીં ગમે.

ધરતી પર સાકેત છવાયું જાણે કેવું!
રોજ રોજ ભજન કીર્તનને માણવાનું.
વેદના વિદાયની પ્રભુ આજે અંતરને,
તમને આવજો કહેવાનું નહીં ગમે.

પુણ્ય સંચય થયો પુરુષોત્તમ માસમાં,
ભક્તિ કરી સહુએ આપના વિશ્વાસમાં,
પુનઃ પધારજો સ્વીકારીને આમંત્રણને,
તમને આવજો કહેવાનું નહીં ગમે.

- ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.
-

Gujarati Religious by Chaitanya Joshi : 112027806
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now