મારો સાથ સદાએ નિભાવતી એ મારી હતી.
મારી જોડા જોડ જે ચાલતી એ મારી હતી.
સદાય ગમતો મને એનો સથવારો અવિરત,
ના પ્રદૂષણ કદીએ ફેલાવતી એ મારી હતી.
ના પેટ્રોલ ના ડીઝલ ના ગેસની જરૂરત એને,
માનવ શક્તિ થકી એ વધતી એ મારી હતી.
એક બે કે ક્યારેક ત્રીપલ સવારી એમાં થતી,
વાત ભક્ષીને રખેને એ જીવતી એ મારી હતી.
સમયસર મને પહોંચાડતી જ્યાં હું ઈચ્છતો,
આમજનની મૂડી સમી ગણાતી એ મારી હતી.
મને ખૂબ ગમતી એ મારા સમયને સાચવતી,
દ્વિચક્રી સાદગીનું પ્રતીક મનાતી એ મારી હતી.
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.