શિવ દરશનની લગની લાગી.
શિવદરશનની ઝંખના જાગી.
શિવ શંકરને હરપળ સંભારૂ
ભોલેનાથ વિણ કોણ છે મારું.
અંતરયામી આશુતોષ આવકારું
દીનદયાળ દયાનિધિ પોકારુ.
દાની દિલાવર દેવ અનુરાગી...1
કૈલાસવાસી છે કરુણા કારી.
જીવમાત્રને એ લેતા ઉગારી.
હરજી હરપળે લ્યોને સંભારી.
શિવ સમાન ન કોઈની દાતારી.
દ્યોને દર્શન લગની છે લાગી...2.
શિવ સમાન ન દેવ સંસારે.
ના આવે કોઈ શિવજીની હારે.
દિલદાતાર દયાનિધિ દ્વારે.
થાતું જગતમાં જે શિવજી ધારે.
કરોને કરૂણા શિવ એટલું માંગી...3
-ચૈતન્ય જોશી દિપક પોરબંદર.