જે માણસ માટે હું પળ પળ રોઇ..
એ માણસ જો મારી જીંદગી માં ફરીથી આવ્યો..
તો હું આંખ બંધ કરી લઈશ અને વિચારીશ..
જ્યારે હું રાતો ની રાતો એના માટે રોઈ રહી હતી..
ત્યારે એ શાંતિ ની ઊંઘ લઈ રહ્યો હતો..
અને આજ કદાચ એને શાંતિ નથી...
તો એ મારી શાંતિ બગાડવા ફરીથી આવ્યો છે...
સિમ્પલ લોજીક છે ને???
જ્યારે મારે તારી જરૂર હતી, હું તારા માટે રોઈ રહી હતી..
ત્યારે તું ક્યાં હતો??
આજ તને મારી જરૂર પડી..
ક્યાં મોઢે તું મારી પાસે આવ્યો??
મારી ઊંઘ, મારી શાંતિ..
મારું ખાવું પીવું... મારી દિનચર્યા, મારી જીંદગી.
બધું હરામ કરી નાખ્યું હતું..
મારે ખુદ ને શીખવાડવું પડ્યું હતું કે જમવા માટે ધ્રુજતા હાથ ને મોઢા સુધી કેમ લઈ જવાય...
જ્યારે પેનિક એટેક આવે તો ..
ધ્રુજતા હાથ થી ગોળીઓ કેમ ગળાય ...
એ ધ્રુજતા હાથ થી જ્યારે જમવાનું પડી જાય...
આંખ આંસુ થી ભરાય જાય..
હૃદય ની ધડકન વધી જાય..
ત્યારે ખુદ ને કેમ સંભાળવું..
તડપી, તરસી.. રોઈ..
ખુદ ને સમજાવી... જ્યારે હું બેઠી થઈ..
એ પાછો આવે...
હું ક્યારેય એને સ્વીકારી નહીં શકું...
લોકો પૂછતા હોય..
મારો ex 3 વર્ષ, 5 વર્ષ બાદ પાછો આવ્યો..
શું અમે સ્વીકારી લઈએ??
બસ આંખ બંધ કરો અને યાદ કરો એ ક્ષણ જ્યારે એ તમને છોડીને ગયો હતો..
તમારી લાગણી થી, તમારા દુઃખ થી, તમે કઈ માનસીક હાલત માં હતાં,
એના થી એને કઈ ફરક પડતો નહોતો...
આજે એને જરૂર છે, તો તમારી પાસે પાછો આવ્યો છે..
એને તમે તમારી શાંતિ અને સુકુન ને કુરબાન કરી સ્વીકારી શકશો??
તમે રોતા હતાં ત્યારે એ શાંતિ થી સૂતો હતો...
એના માટે તમારા જીવન માં કોઈ જગ્યા હોવી જોઈએ ખરી????