Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શિવના શરણમાં આવું. અંતરભાવ લાવું.
દેવ દિલાવર ને હું તો મનાવું.

આશુતોષ શિવ અંતરયામી.
વંદન કરીએ શીશ નમાવી
ભોળાનાથ ભક્તભયહારી
રીઝો દેવ ઉરભાવ સ્વીકારી
પુલકિત ગાત્રે નયન ઊભરાવુ...1

દોષો અમારા દયાનિધિ ભૂલો.
કરીએ સંમુખ એકરાર ખુલ્લો.
ભોલે ભંડારી ભક્તિ આપો.
હરો જગતના કોટિ સંતાપો.
કરી પ્રાર્થનાને શરણાગત થાઉં...2

આટલી આરઝૂ ઉર ધરો પ્રભુ
અંતરયામી શું કહેવું શંભુ.
કરુણાકારી કષ્ટ નિવારો.
ના વિચારો સારો નઠારો
રોમેરોમ શિવ સ્મરણ કરાવું...3

કર જોડી વિનવું હે કૈલાસવાસી.
દર્શન કાજે શંભુ નૈન પિયાસી.
નાથ સદાશિવ ભવપાર તારો
એક મારે બસ શંકર સહારો
દિલતાર જોડીને ભજન ગાઉ...4

-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 112025945
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now