*અમૃતનો પ્યાલો: ચા*
સવારના પહેલા કિરણની સાથે, જે લાવે છે જિંદગીમાં તાજગી,
એ ચા ના એક કપમાં છુપાયેલી છે, મારા આખા દિવસની સાદગી.
ઉકળતા પાણીમાં જ્યારે રૂડા ચા ના કણો ભળે,
થાકેલા આ મનને ત્યારે જાણે નવું ચેતન મળે.
દૂધ, ખાંડ ને ચા પત્તીનો એવો અનોખો સંગાથ,
કડક મીઠી ચૂસકી થી બદલાઈ જાય આખો અંદાજ.
હાથમાં હોય ચાની પ્યાલી ને, હોય ભાઈબંધોનો સાથ,
ગમે તેવો થાક ઉતારે એ આ ચા ની સંગાથ.
ધીમા તાપે જ્યારે આદુ-એલચી એમાં ઉકળે,
ત્યારે એની સોડમ આખી શેરીમાં જઈ વળે.
સ્ટારબક્સ ની કોફીમાં એ મજા ક્યાં થી મળે,
જે લારી પર ઉકળેલી ચા ની ચુસ્કી માં મળે.
દિલથી એ બનાવે ને પ્રેમ એમાં એનો ભળે,
એટલે જ તો બોસ, આખી પબ્લિક ચા ની લારી પર ટોળે વળે.
દેશી એ ચૂલા પર જ્યારે કીટલી ભઠે બળે,
સ્ટ્રેસ આખા દિવસનો પળમાં એ "સ્વયમ્'ભૂ'," ના ખોળે વળે.
વિશ્વ ચા દિવસ પર ચા ના ચાહકોને આ જ છે સલામ,
સૌના જીવનમાં અમૃત બની વહેતી રહે ચા ની આન બાન ને શાન.
ચા એ માત્ર પીણું ક્યાં છે?
એ તો એક અહેસાસ છે,
સવારની તાજગીનો, દોસ્તીના ક્રેઝી પણા નો,
અને જીવવાની એક અલ્ટીમેટ મોમેન્ટનો! મારી લાઈફનો.
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ',"