*જિંદગાની મસ્તાની* (અછાંદસ કાવ્ય)
એક અલ્બેલો મેળો છે આ,
જિંદગાની મસ્તાની આવી ને જવાની!
મુઠ્ઠી ભરીને લાવ્યા હતા શ્વાસ,
ને હથેળી ખોલીને વહી જવાની.
ગઈકાલની ચિંતામાં આજને શું કામ રોળવી?
આ તો પળ બે-પળની છે કહાની.
ક્યારેક તડકો, ક્યારેક છાંયડો,
ક્યારેક આંખમાં સુખનું ઝરણું,
તો ક્યારેક દુઃખની પિછાણી.
પણ જે હસીને પી ગયો આ સફરના ઘૂંટડા,
એણે જ સાચી જીત છે જાણી.
હોય ભલેને રસ્તાઓ પથરાળ,
તું બસ ચાલતો રહે મોજમાં,
જે લહેરોની જેમ વહેતી આ જવાની!
છોડી દે બધી મોહ-માયાની જંજીરો,
ઓ '"સ્વયમ્'ભૂ',"
આ જગત તો છે માત્ર પાણીના પરપોટા જેવું,
આવી મસ્તાની જિંદગી, બસ આમ જ વહી જવાની!
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ',"