સંબંધોના સમીકરણોમાં માની વાત જ જુદી છે
એની તુલના તમે કરોમાં માની વાત જ જુદી છે
પોતે સહીને પરોપકાર કરનાર એ પાત્ર છે કેવું,
અનન્વય અલંકારોમાં માની વાત જ જુદી છે.
એનો પ્રેમ પામવાને પરમેશ્વર પ્રતિદિન ઝંખતા,
આગળ છે ઉપકારોમાં માની વાત જ જુદી છે.
હૈયુ એનું હરપળે હેત વરસાવે સંતાનો પ્રત્યે,
સેવા તણી વણજારોમાં માની વાત જ જુદી છે
જન્મો જન્માન્તર સુધી ના ચૂકવાય ઋણ એનું,
હો એકે એ હજારોમાં માની વાત જ જુદી છે.
-ચૈતન્ય જોષી 'દિપક,' પોરબંદર.