ભરી સભામાં જ્યાં નારીનાં વસ્ત્ર ખેંચાયા
ગુણીજનો શું નિરખવા સભામાં રોકાયા !
શબદને વાતને સૌ આમતેમ ફેરવતાં
જવાબ ક્યાં મળે છે કોઈને ય મનચાહ્યા
છતાંય સત્ય તો હંમેશ સત્ય રહેવાનું
ભલેને આપે જુઠાણાની લીધી હો છાયા
સરાભરા ત્યાં કરે અપ્સરાઓ તેઓની
જે વીર રણમાં ઘણાં રક્તથી હો પોખાયા
હજીય જીભ તો લથડે છે ચાર માણસમાં
વિચાર તારા નથી જ્ઞાનમાં ઝબોળાયા !
કાજલ કાંજિયા "ફિઝા"