તું વિષય નથી કે, તારા પર લખી શકાય..!!
તું મોસમ નથી કે, તને વર્ણવી શકાય..!!
તું ઘટના નથી કે, લોકવાચ્ય બનાવી શકાય..!!
તું મારા શ્વાસ છે, જેને માત્ર શ્વસી શકાય..!!
તું મારી જિંદગી છે, જેને જીવી શકાય..!!
તું મારો ઉત્સવ છે, જેને આનંદી શકાય..!!
તું મારું ઘડપણ છે, જેને અનુભવી શકાય..!!
તું,
હા, તું મારું વિશ્વ છે..!!
તને ચીતરી ન શકાય, તને તો માત્ર ચાહી શકાય....!!!!
💖🥰🫶🏻