કોઈ આપણા માટે
કેટકેટલું, અને શું શું કરી શકે છે ?
એનો સાચો જવાબ,
ખાલી શબ્દો ક્યારેય ન હોઈ શકે,
એનો સાચો જવાબ તો હકીકત જ આપી શકે,
અને સાચી હકીકત જાણવા માટે
કોઈપણ વ્યક્તિ પાસે,
સમયથી મોટો બીજો કોઈ વિકલ્પ નથી હોતો,
અને સમય આપણી પાસે
"ધીરજ" સિવાય બીજું કશું નથી માંગતો.
- Shailesh Joshi