રહી ગયેલી શ્વાસોનો થોડો એહતરામ કરી લઈએ,
જીવ્યા એકલા હવે સાથ થોડું જીવન જીવી લઈએ.
દિવસો તો વીત્યા ફરજમાં, રાતો ગઈ ચિંતા સાથે,
બે પળ હસી લઈએ, થોડું દિલ ભીંજવી લઈએ.
કેટલું સંગ્રહ્યું દુઃખને આજીવન સ્મિતને રાખ્યું ઉધાર,
આજ ભાર ઉતારીને આંખોમાં સચ્ચાઈ ભરી લઈએ.
હજી મોડું નથી કહો, જે કદી કહેવામાં રહી ગયું,
અહંકારને એક બાજુ મૂકી માફી પણ માંગી લઈએ.
જો કાલ ન આવે તો અફસોસ ન રહે મનના ખૂણે,
આજની આ સાંજને યાદોની જેમ સજીવી લઈએ.
- known