Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિલમાં વાત સંઘરી રાખી તે બોલો.
ને દિશા સાવ નવી ઝાંખી તે બોલો.

યાદ છે હજી વચનોની લ્હાણી કેટલી,
કિંમત અમારી કેટલી આંકી તે બોલો.

હિસાબ સરભર કરવો છે ને આકરો ,
માગ્યો ત્યાં તો થયા તુમાખી તે બોલો.

વધતા વૃક્ષને પણ વસંત આવે છે કદી,
શું મિષ્ટ ફળો લીધાં છે ચાખી તે બોલો.

મગજ પર બરફની હાજરી હોવી જરૂરી ,
શું રહેશો સન્મુખ તીર તાકી તે બોલો.

ચૈતન્ય જોષી.' દિપક 'પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 112020332
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now