મારી શ્વાસ સરગમે તમે આવજો હરિ.
મારી ખુશી કે ગમે તમે આવજો હરિ.
આમંત્રણ અંતરથી આપ્યું અવિનાશીને,
શિર તો વારંવાર નમે તમે આવજો હરિ.
એક આશા રહી તમારી અબ્ધિવાસીની,
આગમન તમારું ગમે તમે આવજો હરિ.
પ્રતીક્ષા પરમેશની પ્રતિ દિન પ્રગટતીને,
મનના સંશયો તો શમે તમે આવજો હરિ.
વિનંતી કરી કરીને વહાણા વાયા વખતના,
આખરે માનવ જાત અમે તમે આવજો હરિ.
__ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.