Gujarati Quote in Poem by PRASANG

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નારી.!!!!?

કોણ છે અબળા? સૌ પર ભારી એ નારી,
શૌર્ય, સહન અને શાનની અવતારી એ નારી.

આંધી આવે તો છાતી તાનીને ઊભી રહે,
ભયને હરખાવી દે એવી લડનારી એ નારી.

માતૃછાયામાં વિશ્વને જીવવાની રીત શીખવે,
કઠોર સમયે પણ રહે કરુણાધારી એ નારી.

ચુપ રહીને પણ બદલે કિસ્મતના પાનાં,
શબ્દ વિના બોલે એવી અસરકારી એ નારી.

બંધન તોડી આગળ વધે પોતાના જ બળે,
નિયમોને પડકારે એવી હક્કદારી એ નારી.

'પ્રસંગ' કહે, ગર્વ છે મને આ ઓળખ પર આજે,
સમયથી પણ ઊંચી ઊભી સ્વાભિમાની એ નારી.

પ્રસંગ
પ્રણયરાજ રણવીર

Gujarati Poem by PRASANG : 112017542
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now