Break up... Move on...
આ બધાં શબ્દો અમારાં 90's વાળા માટે બહુ જ અલગ છે.
Jen 'z' માટે આ બધું બહુ જ ઇઝી
અમારાં માટે કાં તો પ્રેમ લગ્ન અને કાં તો arrange.
એવું ય ન્હોતું કે અમે પ્રેમ માં ના પડતાં કે break up ના થતાં,
પણ અમારા માટે move on એટલે...
મનગમતી વ્યક્તિ ને ભૂલવું...
એમાં કોઈ 6 મહિને ભૂલી શકતું,
કોઈ વર્ષે તો કોઈ જીવનભર..
એ જ સાથી ની પાછળ, બીજા કોઈ પર ભરોસો ના કરી શકતું...
સોશીયલ મીડિયા, કો એજ્યુકેશન અને જોબ નોકરી માં સ્ત્રી નું વધતું વર્ચસ્વ..
નવા નવા સબંધો અને જુદા જુદા ઓપ્શન માટે પણ કમ્ફર્ટ બની ગયું.
જ્યાં એક નહીં તો બીજું અને બીજું નહીં તો ત્રીજું...
અપનાવામાં gen 'z' ને કોઈ છોછ નથી.
પુરુષો ની તો ખબર નથી
પણ અમે 90's ની સ્ત્રીઓ એક વ્યક્તિ ને ચાહી ને પછી ક્યારેય એનાથી આગળ વધી જ ના શકી...
તું અથવા... કોઈ જ નહીં...
અમે એ જનરેશન નાં છીએ.
બેકદર વ્યક્તિ ની પાછળ જીંદગી બગાડવા કરતા આગળ વધી જવું સારું જ છે.
ખુદ ને જીવનભર બ્લેમ કરવું અને દિલ ના એક ખૂણે કાશ.... ને રાખીને જીવવું અઘરું તો છે...
પણ છતાં અમે એમ જ જીવી ગયાં