રાત નવી હશે, વર્ષ નવું હશે,
પણ મારી આંખોમાં તારી પ્રતિક્ષા એ જ જુની હશે…
યાદોના અંધારામાં તું દીપક બની પ્રગટતો,
દૂર હોવા છતાં હૃદયના દરિયામાં તું જ તરતો …
સમયની પાંખે કાગળ જેવી પળો ઉડી જશે,
પરંતુ પ્રેમની શાહીથી હૈયે તારું જ નામ લખાયેલું હશે…
થોડી તરસ, થોડી ચાહ, થોડી તારી યાદોની ગરમી,
ને આપણી વાર્તા, હૃદયમાં સતત ધબકતી રહેશે …
અને એક દિવસ જ્યારે નવો સૂર્ય તને મારી પાસે લાવશે,
ત્યારે આ પ્રતિક્ષાનું સફર પણ સોનાથી મઢાયેલું લાગશે…
વર્ષ નવું નહીં, હવે આપણું વર્ષ નવું બનશે,
તું મારી બાજુમાં અને આ પ્રેમ નું ફુલ સદાય ખીલેલું રહેશે…