કવિતા – શીર્ષક: "કરુણાનો લેપ"
પગમાં હતી ઈજા ને વેદના હતી ભારી,
ચાલવું હતું મુશ્કેલ, ત્યાં મળી મમતા ન્યારી.
બેન ના હાથમાં આવતા જ જાણે, દુઃખ ગયા સૌ ભૂલાઈ,
અબોલ જીવને મળી અહીં, "મા" ની ગોદ જેવી સગાઈ.
માટીનો લેપ લગાવ્યો પ્રેમે, ને પાયું શીતળ નીર,
મૂંગા આશિષ આપતી એ, હરી લીધી સઘળી પીડ.
પ્રભુ રામને હતી જે વ્હાલી, જેને પીઠ પર રામનો હાથ,
એની સેવામાં આજે મળ્યો, ઘરના નાના બાળકનો સાથ.
બાળકની હૂંફ અને નિર્દોષ સ્નેહની, મળી જ્યાં સંજીવની,
દોડી ગઈ એ વૃક્ષની ડાળે, શરૂ થઈ નવી જીવની.
ભાગતી જોઈ એને, દિલમાં થયો છે આજે પરમ સંતોષ,
એમના આ કાર્યમાં નથી કોઈ સ્વાર્થ, બસ છે પ્રેમ ને લાગણી નો "સ્વયમ’ભુ"નિસ્વાર્થ.
- અશ્વિન રાઠોડ - સ્વયમભુ