લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે .
આ ફિલ્મ જે મને મારી સમજ પ્રમાણે સમજાઈ .
૧ - ફિલ્મની સફળતા જોઈ લાગે છે સાચા મનથી ફળ ની ઇચ્છા વગર કરેલુ કર્મ ભગવાન ને ગમે છે .
ર - સંસાર રૂપી બંગલા માં આપણે બધા માયા માટે ફસાયા છીએ .
૩ - મુક્ત થવુ હોય તો માયાનો મોહ છોડવો પડે .
૪ - ઈશ્વર સુધી પહોંચવા વચ્ચે ની દિવાલ તોડવા માટે પ્રેમ ,ભક્તી , શ્ર્ધા ને દયા ના હથીયાર નો ઉપયોગ કરવો પડે .
૫ - જેટલુ તમે ઈશ્વરને જંખો છો એટલોજ ઈશ્વર પણ તમને જંખે છે .
૬ - મા - બાપ ના આર્શીવાદ વગર લગ્ન કરવા કરતા કુંવારા રેહવુ સારુ 🙂 .
૭ - જીવનમાં આવતી તકલીફો સામે સંઘર્ષ કરવો . ના કે વ્યસન નો સહારો લઇ એનાથી ભાગવુ .
૮ - ખોજ આપણી અંદર જ કરવાની છે .
૯ - હું કોણ છું ? એનો સાચો જવાબ મડી જાય તો ભયો ભયો .
૭ દિવસ ની કથા સાંભળી જે ના સમજાયુ એ બે કલાકની ફિલ્મે સમજાવી દીધું .
સાલુ સમજાય છે બધુ પણ જીવનમાં ઉતારી નથી શકાતુ .
ફિલ્મ જોઈ અળધા દિવસ માટે સાધુ બની ગયો અને સાંજે દોસ્તારો સાથે બેસી બે પેગ મારી આ લખી નાખ્યું .
તમે ફિલ્મ માંથી શું સમજ્યા અને જીવન માં શું પરિવર્તન આવ્યું એ કમેન્ટ માં જણાવજો .