તું નથી
તું નથી! શબ્દથી જ
આંખ ભરાઈ જાય છે!
તું નથી! તેથી જ
દિલ દુભાઈ જાય છે!
એકલી છું તારા વિના હું
પરોવાઈ રહું છું સંતાનોના સુખમાં
પણ તારા પ્રેમ ભર્યા એ શબ્દો
જાણે કાને અથડાઈ જ જાય છે!
તારી એ પ્રેમ ભરી નજર ને
તારા ચરણસ્પર્શી,લેતી હું આશિષ....
તું નથી,તેથી જ! મુજ પ્રતિવ્રતા ને
તારી યાદો! હૈયુ કંપાવી જાય છે!
તારા ના હોવાથી જ
આ દુનિયા મુજને ડરાવી જાય છે!
તું કરી શકીશ,તું શક્તિશાળી છે,
તારા આ હિમ્મત ભર્યા શબ્દો,
મારામાં હિંમત ભરી જાય છે!
આપણા સંતોનોમાં મુજને
બસ તારી જ છબી દેખાય છે!
રહું હું સંસારિક કાર્યમાં વ્યસ્ત ને
ભૂલાવુ આપણી ભૂતકાળની યાદો!
પણ શું કરું હું મારા નાથ?
બધે જ મારો ભરથાર,મને દેખાય છે!
તું નથી, તેથી જ
આ યાદો વસમી થાય છે!
પણ,તું જ છે ઓ કાન
જેથી બધુ સહી જવાય છે!.....
નથી ભૂલાતુ કંઈ પણ મુજને
આંખોમાંથી આંસુ બની વહી જાય છે!
અમથા બાંધ્યા હતા કંઈ બંધન આપણે,
કે તું ,ન હોવાથી તૂટી જાય?
તું નથી તેથી,જ ઓ મારા રામ!......
આપણા આ બંધન અધૂરા ગણાય છે!...
વણાઈ જઈશ તારી ભક્તિમાં ઓ શ્યામ
કરી લઈશ સંસારિક કાર્યો......
નિભાવી લઈશ બધી આપણી ફરજો હું!
કેમકે તું,નથી તેથી જ!
આ સઘળી જવાબદારી મારી થાય છે!
બસ તું નથી તેથી જ
આ હૈયુ મારુ મૂંઝાઈ જાય છે!.....
જય શ્રી કૃષ્ણ:પુષ્પા.એસ.ઠાકોર
તું નથી
તું નથી! શબ્દથી જ
આંખ ભરાઈ જાય છે!
તું નથી! તેથી જ
દિલ દુભાઈ જાય છે!
એકલી છું તારા વિના હું
પરોવાઈ રહું છું સંતાનોના સુખમાં
પણ તારા પ્રેમ ભર્યા એ શબ્દો
જાણે કાને અથડાઈ જ જાય છે!
તારી એ પ્રેમ ભરી નજર ને
તારા ચરણસ્પર્શી,લેતી હું આશિષ....
તું નથી,તેથી જ! મુજ પ્રતિવ્રતા ને
તારી યાદો! હૈયુ કંપાવી જાય છે!
તારા ના હોવાથી જ
આ દુનિયા મુજને ડરાવી જાય છે!
તું કરી શકીશ,તું શક્તિશાળી છે,
તારા આ હિમ્મત ભર્યા શબ્દો,
મારામાં હિંમત ભરી જાય છે!
આપણા સંતોનોમાં મુજને
બસ તારી જ છબી દેખાય છે!
રહું હું સંસારિક કાર્યમાં વ્યસ્ત ને
ભૂલાવુ આપણી ભૂતકાળની યાદો!
પણ શું કરું હું મારા નાથ?
બધે જ મારો ભરથાર,મને દેખાય છે!
તું નથી, તેથી જ
આ યાદો વસમી થાય છે!
પણ,તું જ છે ઓ કાન
જેથી બધુ સહી જવાય છે!.....
નથી ભૂલાતુ કંઈ પણ મુજને
આંખોમાંથી આંસુ બની વહી જાય છે!
અમથા બાંધ્યા હતા કંઈ બંધન આપણે,
કે તું ,ન હોવાથી તૂટી જાય?
તું નથી તેથી,જ ઓ મારા રામ!......
આપણા આ બંધન અધૂરા ગણાય છે!...
વણાઈ જઈશ તારી ભક્તિમાં ઓ શ્યામ
કરી લઈશ સંસારિક કાર્યો......
નિભાવી લઈશ બધી આપણી ફરજો હું!
કેમકે તું,નથી તેથી જ!
આ સઘળી જવાબદારી મારી થાય છે!
બસ તું નથી તેથી જ
આ હૈયુ મારુ મૂંઝાઈ જાય છે!...........
જય શ્રી કૃષ્ણ:પુષ્પા.એસ.ઠાકોર