આજે બે મહાન વ્યકિતત્વનો જન્મદિવસ છે એ તો તમે જાણતાં જ હશો... મને માહિતી આપવામાં આવી તે રીતે મેં લખ્યું બધાં ખુશ પણ આ લખીને આપતાં મારું મન જરા પણ ન માન્યું સિક્કાની સુંદર બાજું દેખાડવી પડે છે જ્યારે અંદરની કાળાશ દરેક જણ જાણતાં હોવાં છતાં બહાર નથી લાવી શકતાં મહાન બનેલાં વ્યક્તિઓની બીજી બાજુ બતાવી ગુનો બની જાય છે.ગાધીજી વિશે તો આ પહેલા પણ મેં લખ્યું છે જે ઘણાં માનવા તૈયાર નથી....પણ આ ગાંધીજી થકી આપણું ઘર ચાલી જાય છે...
છોડો.... આજે જન્મદિવસ છે તો બે શબ્દો સારાં બોલવાને લખવા પડે....
લાલ બહાદુર શાસ્ત્રી અને મહાત્મા ગાંધી ભારતીય ઇતિહાસના બે એવા મહાન વ્યક્તિત્વો છે જેઓ એક જ દિવસે એટલે કે ૨જી ઑક્ટોબરે જન્મ્યા હતા, પરંતુ તેમનો સંબંધ માત્ર જન્મતારીખ પૂરતો સીમિત નહોતો, તેમના વિચારો અને મૂલ્યોમાં પણ ઊંડું સામ્ય હતું.
ગાંધીજીએ જે સાદગી, પ્રમાણિકતા અને નૈતિક મૂલ્યો પર ભાર મૂક્યો હતો, તે શાસ્ત્રીજીના જીવનનો આધારસ્તંભ હતા.
શાસ્ત્રીજીએ આખું જીવન સાદાઈથી જીવ્યું. વડાપ્રધાન બન્યા પછી પણ તેઓ પોતાના અંગત ખર્ચાઓ માટે લોન લેતા હતા, જે તેમની અજોડ પ્રામાણિકતા દર્શાવે છે
૧૯૨૧માં જ્યારે શાસ્ત્રીજી માત્ર ૧૬ વર્ષના હતા અને દસમા ધોરણની પરીક્ષા આપવાની તૈયારીમાં હતા, ત્યારે તેમણે મહાત્મા ગાંધીના આહવાન પર સરકારી શિક્ષણ છોડી દીધું અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવ્યું. આ દર્શાવે છે કે તેઓ ગાંધીજીના આદર્શોથી કેટલા પ્રભાવિત હતા.
૧૯૩૦માં ગાંધીજીએ શરૂ કરેલી દાંડી યાત્રા (નમક સત્યાગ્રહ) માં પણ શાસ્ત્રીજીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અનેક વખત જેલવાસ ભોગવ્યો હતો.
શાસ્ત્રીજી મહાત્મા ગાંધીના રાજકીય ઉપદેશોથી ખૂબ પ્રભાવિત હતા. તેમણે એક વખત ગાંધીજીના વિચારોને અનુરૂપ કહ્યું હતું કે: "મહેનત (સખત કાર્ય) પ્રાર્થના કરવા બરાબર છે."
કાશી વિદ્યાપીઠમાંથી 'શાસ્ત્રી'ની ઉપાધિ મેળવ્યા બાદ, તેઓ લાલા લાજપતરાય દ્વારા સ્થાપિત 'સર્વન્ટ્સ ઑફ ધ પીપલ સોસાયટી' માં જોડાયા, જે ગાંધીવાદી રચનાત્મક કાર્યને સમર્પિત સંસ્થા હતી.
બોલો જય જવાન જય કિસાન...
બોલો કરો યા મરો આ સુત્રોએ ઘણાંને મારી નાખ્યાં
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏