કૃષ્ણ નામ લેતા મારા અંદર નવી શક્તિ સંચારિત થાય છે,
જેમ કે અંદરથી ઊગે પ્રકાશ, બધું અંધારું ઓગળી જાય છે…
કૃષ્ણ નામ લેતાં અંતરમન શાંત થાય છે,
જ્યાં વણબોલાતા પ્રશ્નો પણ ઉત્તર પામે છે…
કૃષ્ણ નામ લેવાથી મોહ-માયાની જાલમાંથી છૂટકારો મળે છે,
અને મન આત્મ સમર્પણ માટે તત્પર થાય છે…
આ જીવનના સઘળા ચક્રોમાંથી મુક્તિ મળી જાય છે,
જેમ કે આ સંસાર પણ તારા ચરણોમાં થંભી જાય છે…
હે કૃષ્ણ! તું મારા નામમાં નથી — તું તો મારા શ્વાસમાં વસે છે…
– Komal Mehta
🌸 Fearless with Komal 🌸