હર પલ તને યાદ કરી ,
પલ પલ તારો વિચાર કરી હું ચાહું તને …
દિલમાં તડપ ભરી ,
તારો દિદાર કરવાની આશ કરી હું ચાહું તને …
હોઠો પર તારું નામ ધરી ,
આંખોને વરસતી કરી હું ચાહું તને …
ખુદને ગમગીન કરી ,
તારા સપનાઓમાં કેદ થઈ ચાહું તને …
ક્યારેક દુનિયાને ભૂલાવી ,
તો ક્યારેક અસ્તિત્વથી અલગ થઈ હું ચાહું છું તને …