પૈસામા જ સાચુ સુખ છે.
એવુ માનનારને એક સવાલ :
કેટલા પૈસા હોય,
તો માણસ સુખી કહેવાય ?🤔🤔

➖ સત્ય તો એ છે ➖
પૈસા કરતા પણ જીવન અનમોલ છે.
એને વ્યસન થકી વેડફો નહી.

Gujarati Blog by jighnasa solanki : 111987879
jighnasa solanki 1 year ago

વાહ... ખૂબ જ ઉંડાણ પૂર્વક તમે રુપિયા અને સુખની વ્યાખ્યા સમજાવી છે. તમારી વાત એકદમ સાચી છે. સુખ અને શાંતિ ને ક્યારેય પૈસાથી નથી ખરીદી શકાતી. બીજુ વ્યક્તિ સુખી અને સંતોષી કેવી રીતે રહે તેની પણ સરસ સમજણ આપી છે. મારી પોસ્ટના હાર્દને આટલા ઊંડાણ પૂર્વક સમજાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર 😊🍫🍫

બદનામ રાજા 1 year ago

ઘણાં તો એવું પણ વિચારતા હોય કે પૈસાવાળા છે તો સુખી જ હશે... 😀 સૌ પ્રથમ તો રુપિયા અને સુખ બંને અલગ અલગ વસ્તુ છે, જરૂરી નથી કે તમે રુપિયા વાળા છો,તમારી પાસે બધી સુવિધા છે તો તમે સુખી છો, તમારી પાસે અબજો રૂપિયા હોય ઘણી સુવિધા હોય પણ જો તમે ઘરનાં સભ્યો સાથે એક પાટલે બેસીને નથી જમતા તો એ સુવિધા શું કે રુપીયો શું કામનો ? તમે ભલે આખા દિવસમાં ૧૦૦ રુપિયા કમાવ પણ શાંતીથી, પ્રેમથી ઘરના સભ્યો સાથે બેસીને જમતા હોવ, કોઈ બળતરા કે મનમાં એકબીજા પ્રત્યે દ્વેષ નાં હોય અને જમીને શાંતિથી સુય શકતા હોય તો એ માણસ સુખી છે. સાધન કે સુવિધા માં ક્યારેય સુખ નાં હોય... પૈસાથી તમે ભોજન ખરીદી શકો ભુખ નહીં. પૈસાથી તમે પથારી ખરીદી શકો ઉંઘ નહીં. પૈસાથી તમે કદાચ માણસ ખરીદો શકો પણ માણસાઈ નહીં. ભૌતિક સુવિધા એ ક્યારેય કે ભૌતિક સુખ કયારેય સંતોષ નાં હોય શકે, પોઈન્ટ એ છે કે ક્યાંક તમે ભુલથી તો સુવિધા અને સગવડતા નેં સુખ સમજી બેઠા છો,એ તો તમે જેટલા ભોગ વધારે ભોગવો એટલી તૃષ્ણા વધતી જાય. બધી જ સુવિધા સુખ નથી હોતી, સુખ એ સંતોષ માં જ મળે, ટુંકમાં સુખી એ જ છે જેનામા સંતોષ છે...

jighnasa solanki 1 year ago

Thanks 😊🍫🍫

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now