મને શું યાદ નથી!
મને બધુંજ યાદ છે ....
બાળપણ ની દરેક સ્મૃતિ મને યાદ છે....
મામા ન ઘરનાં આંગણા સુધી જઈને ઘરની અંદર જતી નજરો નાની ને શોધતી હતી...
વાટ એટલી કે ક્યારે તારી નજર મારાં પર પડે...
અને જોર થી દોડી ને તને પગે પડી ને ગળે મળવાનું યાદ છે
..
માંગ્યા વગર તું મારી ભાવતું ખાવાનું મને ખવડાવે,...
પેપ્સી માટે તારા છેડે બાંધેલું ચિલ્લર માંથી લીધીલો રૂપિયા ની યાદ આવે..
અડધો દિવસ તો તને રસોડા માં ચુલા પર રસોઈ કરતા જોઈ છે...
નાની મને યાદ છે તારું પહેલી અને છેલ્લી વાર મને ધવેડવું.
મને યાદ છે મારા માથા માં તેલ નાખી આપવું.
કોમલ કોમલ કરતા તારું ગળું ના સૂકવું...
બહુજ યાદ આવે છે ક્યારે તારી....
તારો અવાજ સાંભળવા આ હૃદય બહુજ તરસે છે..
તને જોવા આ હૃદય બહુજ તરસે છે...
ફોટો જોઈને મન ભરી લઉં છું...
ભૂતકાળ માં જઈને તારા અવાજ ને અનુભવી લઉં છું.
અને તારું હર વાત માં જવા દેવું માફ કરી દેવું જીવન માં અપનાવી લીધું છે.
I miss you Nani ❤️