*માણસાઈ.*
માણસાઈનું એક જ પગથિયું ચડી જાવ,
ડુંગર ચડવાની માનતા નહીં રાખવી પડે.
આંસુ આપણાં લીધે ન આવે,
પણ આપણાં માટે આવે.!
માણસ કપડાંથી નહીં વર્તનથી શોભે,
તમારી ઈમાનદારી તમને તાકાત આપે.
સફળતા તો ષડયંત્રથી મળે,
શ્રેષ્ઠતા ગુણોથી જ મળે.!
શ્રદ્ધા જ્ઞાન આપે નમ્રતા માન આપે,
બુદ્ધિ શાન આપે યોગ્યતા સ્થાન આપે.
જ્યાં હું ત્યાં વિવાદ,
જ્યાં અમે ત્યાં સંવાદ.!
નીતિમત્તા સાચી હશે તો કામ અટકશે નહીં, ઈમાનદારીનો હિસાબ થાય, ધનનો નહીં.!
સ્વાભિમાન કદી મરતું નથી,
અભિમાન લાંબુ જીવતું નથી.!
સાચવવા જેવી ચીજ મનની મીઠાશ,
ભૂલવા જેવી ચીજ સંબંધની કડવાશ.
ઘર મોટું હોય ભેગું ન રહેવાય,
મન મોટું હોય તો ભેગું રહેવાય.!
સ્વર્ગ મેળવવા જરૂર નથી મરવાની,
ભાવના હોય એકબીજાને મદદ કરવાની.
જેનું મન સાચું હોય,
એનું દરેક કામ સારું હોય.!
સૂર્યને ફરતાં બાર કલાક લાગે,
માણસને ફરતાં એક સેકન્ડ લાગે.
સાગરના મોતી શોધવા સહેલા,
માણસના મન સમજવા અઘરા.!
જિંદગી જે શીખવે શીખી લેવાય,
કયો પાઠ ક્યારે કામ લાગી જાય.
'પ્રેમ' હેતુ જ્યાં સ્પષ્ટ હોય,
સેતું આપોઆપ બંધાય.!