પ્રેમ નો સરગમ.....
આંખો નો સ્નેહ અને આંખો ની ભીતર ની ભીનાશ છે તું,
જો આપું પ્રેમ ની પરિભાષા તો આખે આખું આયખું છે તું,
ખબર નથી મને પુરુષ સ્વભાવ લાગણીમાં કેવો હોય ,
તને મળી ને લાગ્યું જાણે સાવ રૂ જેવો હોય,
તું તો સુંદર એના થી ય વધારે તારી આંખો સુંદર છે ,
જાણે દુષ્કાળ માં એક ઘૂંટડો પાણી,
મને નહીં ખબર ભાષાઓ અને શબ્દોની જોડણીઓ ,
મારા માટે તો અછાંદસ લાગણી જ છે તું....
:- ધૃતિબા રાજપૂત