સૂરજના આથમવાની વેળા એટલે સાંજ
ચાંદના ઉગવાની આશ જાગે એટલે સાંજ
દિવસ પર અંધકાર છવાય એટલે સાંજ
સવારે ઉડેલું પંખી માળામાં ફરે એટલે સાંજ
ફરી સવાર થશે એ ઉમ્મીદ આપે એટલે સાંજ
પરિવારનો માળો સવારે વિખરાય,
ને ફરી એક થાય એ સમય એટલે સાંજ
દિવસ આખો ફરી લો ગમે ત્યાં, પણ
ઘરનો ઉંબરો પણ વાટ જુએ છે તમારી
ને ઉતાવળે ઘરે પહોંચવાની વેળા એટલે સાંજ
સમયચક્ર ચાલતું રહેશે થાકીને થોભવું નહીં
એવો વગર બોલ્યે બધાને સંદેશ આપે છે સાંજ.
- Mir