ડૂમો ભરાયો હતો ગળે એમ..
જાણે જીવથી જીવ છૂટી રહ્યો હતો
એ વેદના હતી જીવલેણ..
છતાં જીવન રહ્યું યથાવત
ક્ષણ, આજ, આજકાલ થતા
દાયકો વીત્યો!
તું, તારો ચહેરો, તારો સ્વર
બદલ્યું બધું સમયસંગ
રહી એજ યાદ
અને
બસ.. રાહ ની આહ!
- ફાલ્ગુની દોસ્ત

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111980265
Falguni Dost 1 year ago

હા.. ઠાકર કરે એ ઠીક

Falguni Dost 1 year ago

સાચી વાત

Parmar Mayur 1 year ago

તે આવશે કે નહીં આવે, બસ આ વાત સતાવે છે. મનમાં ભરાઈ રહ્યો ડૂમો, બધે જ ક્યાં બતાવાય છે. વર્ષો વિતે ઇરછા પૂર્ણ થવા. ત્યાં જ અવરોધાય જાય છે. ઈશ્વર દોષ દઉ તો દઉં કોણે? કર્મ નિયતિ માં સપડાઈ છે. હવે ઈશ રહેશે શ્રદ્ધા તારાં પર ભલે શ્વાસ તારામાં સમાય છે.

Mrs Farida Desar foram 1 year ago

દિલ નું દર્દ, દિલ જાણે, બીજું ન જાણે કોઈ, અળગા થયા તો પણ, જીવ એમાં જ રહ્યો , એ વેદના ન જાણે કોઈ..

Abbas khan 1 year ago

હૃદય સ્પર્શી ..👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now