અમે નાના હતા ત્યારે -
~ બટેટાની છાલ ઉતારેલુ શાક ખવાય એવી ખબર ન હતી.
~ ચીકુની છાલ કાઢીને ચીકુ ખવાય એ ખબર ન હતી.
~ દાતણ ને બદલે ટૂથપેસ્ટ વપરાય એ ખબર ન હતી.
~ દાળમાં આદુ મરચા કોથમીર આડા આવે એ ખબર ન હતી.
~ મન થાય ત્યારે હોટલમાં જમવા જવાની ખબર ન હતી.
~ દરેક પ્રસંગે કપડાની નવી જોડ જોઇએ એવી ખબર ન હતી.
~રજાઓમાં મામાને ઘેર જવાને બદલે ફરવા જવાય એવી ખબર ન હતી.
~સ્કૂલે વાનમાં કે રીક્ષામાં જવાય એવી ખબર ન હતી.
~પરિવારના દરેક સભ્ય નો અલગ બેડરૂમ હોય એ ખબર ન હતી.
~પરિવારનાં દરેક સભ્યના અલગ અલગ સાબુ,શેમ્પુ હોય એ ખબર ન હતી.
~પરિવાર કરતા ફ્રેન્ડ સર્કલ મોટું હોય એ ખબર ન હતી.
અને
~પરિવારના દરેક સભ્યની પ્રાઇવસી હોય એ ખબર ન હતી. જ્યારે કશી વાત ની ખબર નોહતી ત્યારે આનંદ ની અનુભૂતિ હતી ત્યારે જીવન હતું.
અને
આજે .....?
🤔😒🤔😒🤔😒