ભારતીય સંગીત અને વાદ્યો
ભારતીય સંગીતકળાનો મહિમા પૂરેપૂરો ત્યારે
જ સમજાય કે જ્યારે તેના પરિચય માટે કાંઠે છબછબિયાં મારવાને બદલે તેમાં ડૂબકી લગાવીએ અને તે માટે ભારતીય
વાદ્યોનું તથા ભારતીય રાગ-રાગિણીનું સવિસ્તાર આલેખન
કરીએ.
ભારતીય સંગીતકળાનો ઉદ્ભવ કયારે
અને કેવા સંજોગોમાં થયો તેના
અંગે ત્રણ-ચાર જાતના પ્રાચીન
ઉલ્લેખો મળે છે, પરંતુ
એકેયનો સંગીન પુરાવો
હાથ લાગ્યો નથી.
ઉદ્ભવનો ખુલાસો
આપતું દરેક મંતવ્ય
છે એવું કે જેનો
પુરાવો. સંભવે જ
નહિ. એક મંતવ્ય
અનુસાર બ્રહ્માએ
શાસ્ત્રબદ્ધ સંગીત
રચ્યું અને શિવજીને
તેમણે એ કળા
આપી. દેવી સરસ્વતી
ત્યાર બાદ શિવજી પાસે
સંગીતનાં રાગરાગિણી
શીખ્યાં. સંગીતની શિક્ષામાં
સરસ્વતીના શિષ્ય એટલે નારદજી,
જેમણે ગંધર્વો અને કિન્નરો ઉપરાંત
ભરતને તે કળાનું જ્ઞાન આપ્યા પછી ભરતે
સંગીતને આવરી લેતાં નાટ્યશાસ્ત્રનું સર્જન કર્યું. સંગીતની
તેણે જે વ્યાખ્યા ઘડી એ પ્રમાણે ગાયન, વાદન અને નર્તનના સમાહાર વડે સંગીત બને, જેનો અર્થ એ કે સ્વયં ભરતના ત્રણ અક્ષરો (ભ = ભાવ, ૨ = રાગ, ત = તાલ) વિના સંગીત રચાય નહિ.
ભારતીય સંગીતકળાની ઉત્પત્તિને વર્ણવતું બીજું મંતવ્ય
પણ વાસ્તવિક પુરાવાના અભાવે ફક્ત શ્રદ્ધાના વિષય જેવું છે--અને છતાં રસપ્રદ અને વિચારપ્રેરક તો ખરું, કહેવાય છે કે નારદે વર્ષો સુધી અખંડ યોગસાધના કરી ત્યારે શિવજી પ્રસન્ન થયા. મુનિ નારદને તેમણે સંગીતકળાના વરદાન ઉપરાંત રૂદ્રવીણા આપી.
નારદજી માટે એ પછી તેમણે પોતાના મુખ વડે પાંચ રાગ ઉત્પન્ન કર્યા, જ્યારે છઠ્ઠો રાગ પાર્વતીના મુખે ઉદ્ભવ્યો. આ મૂળભૂત ૬ રાગ (ભૈરવ, હિંડોલ, મેઘ, દીપક, શ્રી અને કૌશિક) બીજા સંખ્યાબંધ
રાગોના જન્મદાતા હોવાને કારણે જનક તરીકે ઓળખાતા થયા. વખત જતાં સંગીતસાધકોને એ દરેક રાગનો ધ્વનિ જરા પુરુષપ્રધાન અને સહેજ કઠોર લાગ્યો, માટે સહેજ કુમાશ યા નજાકત આણવા દરેક રાગને તેમણે પાંચ સ્ત્રીપ્રધાન રાગો સાથે યાને કે પાંચ રાગિણીઓ સાથે ‘પરણાવ્યો’ અને ત્યાર બાદ ધ્વનિમાં સૂક્ષ્મ વૈવિધ્ય લાવવા દરેક રાગિણીને છ ‘પુત્રો’ આપ્યા. પરિણામે મુખ્ય રાગોનું કુટુમ્બ ૨૧૬ સભ્યોનું થયું, જેમનો અમુક ચોક્કસ પ્રકારે સમન્વય કરો ત્યારે કુલ ૩૪,૮૪૮ રાગો બને.
https://www.facebook.com/share/p/1EakmZ8U3z/