જો મૌન રેહવાથી સમસ્યાનું સમાધાન મળી જતું હોત તો ભીષ્મ પિતામહના મૌન રહેવાથી દ્રૌપદી(એક સ્ત્રી) પર અત્યાચાર ન થતો અને મહાભારત યુદ્ધ ન સર્જાતું.
જો બોલી દેવાથી સમસ્યાનો અંત આવી જતો તો દ્રૌપદીના કડવા વચનથી દુર્યોધન અપમાનિત ન થતો અને મહાભારત યુદ્ધ ન થતું. અહીં બંને પ્રસંગ છે, બોલવું અને મૌન રહેવું. એ પરથી કહી શકાય કે સમય પ્રમાણે ઉચિત શબ્દોનો ઉપયોગ કરવો જ રહ્યો, જેનાથી સમસ્યા ન સર્જાય અને યુદ્ધ પણ ન થાય.
- ભૂપેન પટેલ અજ્ઞાત