જિંદગીમાં જે શોધે છે તે પામે છે. જે વ્યકિતએ જિંદગી પ્રત્યે તર્ક કર્યો કે પ્રશ્ન કર્યો એ લોકો શોધમાં નીકળી પડ્યા. શોધ એ તર્ક પર હોવી જોઈએ. ગૌતમ બુદ્ધને જીવન પ્રત્યે પ્રશ્ન ઉત્પન્ન થયો એટલે શોધમાં નીકળી પડ્યા. સ્વામી વિવેકાનંદ પણ ઈશ્વર પ્રત્યે કે તે હોવા પર પ્રશ્ન ઉત્પન્ન થયો શોધમાં નીકળી ગયા અને આજે એ વિચાર તરીકે આપણે માનીએ છીએ. પોતાની જિંદગી છે, શોધ પણ ખુદની જ હોવી જરૂરી છે. ધર્મ, કર્મ કે અન્ય કોઈપણ રસ્તો લો એ માટે તર્ક કરો, પ્રશ્ન કરો અને ત્યાં સુધી જવા માટે શોધમાં રહો, નહિ કે અન્ય એ શોધેલા માર્ગ પર કોઈ પણ તર્ક કે પ્રશ્ન વિના સ્વીકારી લેવો. માટે, જાતે જ રસ્તો લો અને પોતાની જ શોધમાં રહો......
- ભૂપેન પટેલ અજ્ઞાત