આજે ધોરણ 12નાં તમામ પ્રવાહોનું પરિણામ છે.
દરેક માતા પિતાને વિનંતિ કે જે પરિણામ આવે એ સ્વીકારી લેજો અને બાળકને એટલી હિંમત આપજો કે તમે એની સાથે જ છો. એક નહીં તો બીજી, કોઈકને કોઈક લાઈનમાં તો ભણી જ લેવાશે.
સાથે સાથે દરેક બાળકને વિનંતિ કે જે પરિણામ આવે એ સહર્ષ સ્વીકારી લેજો. આખી જિંદગી બાકી છે. એક દિશામાં નહીં તો બીજી દિશામાં સફળતા મળવાની જ છે. ભગવાને દરેક માટે ભવિષ્ય લખ્યું જ હોય છે.
જો તમારી પસંદ મુજબ ભવિષ્ય ન બને તો એમ સમજી લેવું કે ભગવાન જાણતા હતા કે એ દિશામાં તમે ભવિષ્યમાં નિષ્ફળ જવાના છો, આથી તમને ત્યાં જવા જ ન દીધાં. હવે જે દિશામાં જવું પડશે એ જ યોગ્ય હશે. ત્યાં તનતોડ મહેનત કરી લેજો.
પણ માત્ર 12મા ધોરણના પરિણામને લીધે કોઈ ખોટું પગલું ક્યારેય ન ભરતાં.
તમામને શુભકામનાઓ💐